
ઉમેશ યાદવ અનફિટ હોવાને કારણે છેલ્લા 1 વર્ષથી ક્રિકેટના મેદાનથી દુર છે. તેમણે ગત્ત નવેમ્બર મહિનામાં પોતાની છેલ્લી પ્રોફેશનલ મેચ રમી હતી. ત્યારે પણ તે સયૈદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતો જોવા મળ્યો હતો. પરંતુ હવે તે આઈપીએલ 2026 ઓક્શન પહેલા ક્રિકેટન મેદાન પર વાપસી કરવા જઈ રહ્યો છે.

38 વર્ષના ઉમેશ યાદવ ગત્ત આઈપીએલ સીઝનનો ભાગ ન હતો. ગત્ત વર્ષે નવેમ્બરમાં આઈપીએલ 2025 ઓક્શનમાં ઉમેશ યાદવને કોઈ ખરીદનાર મળ્યું ન હતુ અને તે અનશોલ્ડ રહ્યો હતો. ઉમેશ યાદવની પાસે સયૈદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી આઈપીએલમાં વાપસી કરવાની તક છે.

ઉમેશ યાદવે છેલ્લા 2 વર્ષથી ટીમ ઈન્ડિયા માટે કોઈ પણ મેચ રમી નથી. ઉમેશ યાદવ છેલ્લી વખત ભારત માટે સફેદ જર્સીમાં વર્ષ 2023માં રમ્યો હતો. તેમણે ટીમ ઈન્ડિયા માટે અત્યારસુધી કુલ 57 ટેસ્ટ મેચ, 75 વનડે અને 9 ટી20 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 288 વિકેટ લીધી છે. પરંતુ હવે ટીમ ઈન્ડિયાના સેટઅપનો ભાગ નથી.