
સિરાજને ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. જે તેની ડ્રીમ ડેબ્યુ હતી. તેણે આ તકને હાથમાંથી છૂટવા ન દીધી અને શાનદાર પ્રદર્શન કર્યું. ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઐતિહાસિક જીત નોંધાવી હતી, જેમાં સિરાજનું પણ યોગદાન હતું. હાલમાં ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ તેની પ્રશંસા કરી છે.

હૈદરાબાદનો આ જમણો હાથ ઝડપી બોલર હવે રમતના ત્રણેય ફોર્મેટમાં ભારતના અગ્રણી બોલરોમાંનો એક બની ગયો છે. સિરાજ IPLમાં વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે.સિરાજના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા અને પરિવારની આ એકમાત્ર કમાણી હતી.તમને જણાવી દઈએ કે જ્યારે સિરાજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. તે સમયે કડક નિયમોને કારણે તે તેના પિતાને છેલ્લી વાર જોઈ શક્યો ન હતો. કે તેઓ તેમની અંતિમ યાત્રાનો ભાગ બની શક્યા ન હતા.

સિરાજે સાત વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તે સમયે તે ટેનિસ બોલથી ક્રિકેટ રમતો હતો. વર્ષ 2015માં, તેણે રેડ બોલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેને ટૂંક સમયમાં હૈદરાબાદની અંડર-23 ટીમમાં અને પછી સિનિયર ટીમમાં અને અંતે રણજી ટીમમાં સ્થાન મળ્યું.

મોહમ્મદ સિરાજે એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 6 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. ભારતીય ટીમે 8મી વખત એશિયા કપ જીત્યો હતો અને ટાઈટલ મેચમાં સિરાજ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. ધમાકેદાર પ્રદર્શન બાદ સિરાજની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.
Published On - 2:30 pm, Thu, 21 September 23