
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે 2021 અવે T20I માં ભારતમાં ડેબ્યું કર્યું હતું. તે ભારતની અંડર-19 ટીમ માટે પણ રમી ચૂક્યો છે.તેમની એક બહેન ચાંદની વકીલ છે.દેવદત્તે નાની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરુ કર્યું છે.

પડિકલનો જન્મ 7 જુલાઈ 2000ના રોજ એડપ્પલ, કેરળમાં આંબલી પડિકલ અને બાબુ કુન્નાથને ત્યાં થયો હતો.2011માં તેનો પરિવાર હૈદરાબાદથી બેંગ્લોર શિફટ થયો હતો. જ્યાં તેણે કર્ણાટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિકેટમાં તાલીમ લેવાનું શરૂ કર્યું.

2014 થી શરૂ કરીને, તેણે અંડર-16 અને અંડર-19 વર્ગમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યું. 2017માં, કર્ણાટક પ્રીમિયર લીગમાં તેની પસંદગી બેલારી ટસ્કર્સ દ્વારા કરવામાં આવી હતી.તેમણે સેન્ટ જોસેફ યુનિવર્સિટી ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, બેંગલોરમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.

દેવદત્ત પડિકલે 28 નવેમ્બર 2018ના રોજ 2018-19 રણજી ટ્રોફીમાં કર્ણાટક માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ડિસેમ્બર 2018માં, તેને 2019 ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. તે IPL ઈતિહાસમાં તેની પ્રથમ ચાર મેચમાં ત્રણ અર્ધશતક ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.

26 સપ્ટેમ્બર 2019ના રોજ 2019-20 વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટક માટે લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો હતો. તે ટુર્નામેન્ટમાં અગિયાર મેચોમાં 609 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

ઓક્ટોબર 2019માં, તેને 2019-20 દેવધર ટ્રોફી માટે ભારત A ની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે 2019-20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્ણાટક માટે 8 નવેમ્બર 2019ના રોજ તેની ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું હતુ.

જૂન 2021માં તેને શ્રીલંકા સામેની સિરીઝ માટે ભારતની વન-ડે ઈન્ટરનેશનલ (ODI) અને ટ્વેન્ટી20 ઈન્ટરનેશનલ (T20I) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે 28 જુલાઈ 2021ના રોજ ભારત માટે શ્રીલંકા સામે તેની T20I શરૂઆત કરી હતી.

દેવદત્ત પડિકલ રણજી સિઝનમાં જોરદાર વાપસી કરવામાં સફળ રહ્યો છે. દેવદત્ત પડિક્કલને રાજકોટમાં ભારત માટે ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.