
અનિલ કુંબલે - ભારતીય બોલર અને કોચ અનિલ કુંબલે કોમેન્ટ્રીમાં પણ ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. અનિલ કુંબલે એક સિરીઝ માટે લગભગ 32 લાખ રૂપિયા લે છે, તેની વાર્ષિક આવક 5.5 કરોડ રૂપિયા છે.

હર્ષા ભોગલે - હર્ષા ભોગલેનું નામ દુનિયાના એવા કોમેન્ટેટર્સમાં સામેલ છે જેમણે ક્યારેય ક્રિકેટ નથી રમી, પરંતુ તેમ છતાં તેમના ક્રિકેટ જ્ઞાનની ચર્ચા આખી દુનિયામાં થાય છે. પોતાની એક સિરીઝ માટે 32 લાખ રૂપિયા લેનારા હર્ષા ભોગલેની વાર્ષિક આવક લગભગ 5.5 કરોડ છે.

સંજય માંજરેકર - સંજય માંજરેકર ક્રિકેટ કોમેન્ટ્રીની દુનિયામાં ભારતનું સૌથી મોટું નામ છે. સંજય માંજરેકર એક સિરીઝમાં લગભગ 42 લાખ રૂપિયા લે છે, તે આઈપીએલ સહિત વિશ્વભરની મોટી ટુર્નામેન્ટ દરમિયાન કોમેન્ટ્રી કરે છે. જેના કારણે તેની વાર્ષિક કમાણી લગભગ 6 કરોડ રૂપિયા છે.

સુનીલ ગાવસ્કર - ભૂતપૂર્વ મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કર તેની એક સિરીઝ માટે 56.93 લાખ રૂપિયા લે છે, જ્યારે આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટ દરમિયાન ગાવસ્કરને 2.35 કરોડ રૂપિયા મળે છે. તેમની વાર્ષિક આવક અંદાજે 6 કરોડ રૂપિયા છે.

રવિ શાસ્ત્રી - કોમેન્ટ્રી જગતના સચિન તેંડુલકર કહેવાતા રવિ શાસ્ત્રી પોતાની એક સીઝન માટે સૌથી વધુ 56.93 કરોડ રૂપિયા લે છે. જ્યારે આઈપીએલ 2017 સુધી તેમને IPLની એક સિઝન માટે લગભગ 4 કરોડ રૂપિયા મળતા હતા.
Published On - 8:18 pm, Sat, 2 December 23