
મહિલા બેટ્સમેન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સાથે એ કેટેગરીના કોન્ટ્રાક્ટમાં છે. આ સિવાય હરમનપ્રીત કૌરને દર વર્ષે 50 લાખ રુપિયાની મોટી રકમ પણ મળે છે. એક ટેસ્ટ મેચ માટે કોન્ટ્રાક્ટમાં મહિલા કેપ્ટનને 15 લાખ રુપિયા આપવામાં આવે છે.

તેમજ વનડે મેચ માટે 6 લાખ રુપિયા અને ટી20 ફોર્મેટમાં રમવા માટે એક મેચ માટે 3 લાખ રુપિયા આપવામાં આવે છે.

વિદેશી લીગમાંથી પણ મોટી કમાણી કરે છે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપમાં દર સીઝનમાં 1.80 કરોડ રુપિયાની સેલેરી મળે છે. તમને જણાવી દઈએ કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન પંજાબ નાયબ પોલીસ અધિક્ષક પદ પણ તૈનાત છે.

ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન હરમનપ્રીત કૌર મુંબઈથી પટિયાલામાં મિલકતો ધરાવે છે. તે હાલમાં તેના પરિવાર સાથે પટિયાલામાં એક લક્ઝરી બંગલામાં રહે છે. તેની પાસે મુંબઈમાં પણ ઘર છે, જે તેણે 2013માં ખરીદ્યું હતું. તેની કાર અને બાઇક કલેક્શનમાં એક વિન્ટેજ જીપનો સમાવેશ થાય છે.