
રાજકોટના ચાહકો માટે તે એક રોમાંચક ક્ષણ હશે જ્યારે કોઈ મહિલા ટીમ ત્યાં પહેલીવાર ODI મેચ રમશે. વનડે સીરિઝ માટે ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓને તક મળી છે.

ભારતીય મહિલા ટીમમાં હરલીન દેઓલ, જેમિમા રોડ્રિગેજ, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા અને રિચા ધોષને તક મળી છે. તો પ્રતિકા રાવલે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતુ. આ વખતે પણ તે મંધાનાની સાથે ઓપનિંગ કરતી જોવા મળશે.

આયરલેન્ડ વિરુદ્ધ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 3 મેચની વનડે સીરિઝ 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમશે.
Published On - 11:06 am, Thu, 9 January 25