ભારતના શ્રીલંકા પ્રવાસની જાહેરાત, કોચ ગૌતમ ગંભીર આ દિવસે કરશે ડેબ્યૂ, જાણો ODI-T20 સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
ભારતીય ક્રિકેટ ટીમને જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જવાની છે, જ્યાં તે ODI અને T20 શ્રેણી રમશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે T20 અને ODI સિરીઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે. મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનો આ પ્રથમ પ્રવાસ હશે.
1 / 5
ભારત અને શ્રીલંકા વચ્ચે જુલાઈ અને ઓગસ્ટમાં ODI અને T20 સિરીઝ રમાશે, જેના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 26 જુલાઈથી T20 સિરીઝ શરૂ થશે જ્યારે ODI સિરીઝ 1 ઓગસ્ટથી શરૂ થશે.
2 / 5
T20 સિરીઝ પલ્લેકેલેમાં રમાશે જ્યારે ODI સિરીઝની ત્રણેય મેચ કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ ગૌતમ ગંભીરની મુખ્ય કોચ તરીકેની પ્રથમ સિરીઝ હશે.
3 / 5
T20 શ્રેણીની પ્રથમ મેચ 26 જુલાઈએ પલ્લેકેલેમાં રમાશે. બીજી T20 27મી જુલાઈએ અને ત્રીજી મેચ 29મી જુલાઈએ રમાશે. T20 શ્રેણીની ત્રણેય મેચો સાંજે 7 વાગે શરૂ થશે.
4 / 5
ODI સિરીઝની પ્રથમ મેચ 1 ઓગસ્ટે, બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી મેચ 7 ઓગસ્ટના રોજ રમાશે. આ ત્રણેય મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે.
5 / 5
શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી અને રોહિત શર્મા આ પ્રવાસ પર નહીં જાય. આ ઉપરાંત જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવશે. મોટા સમાચાર એ છે કે હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન હશે, જ્યારે કેએલ રાહુલને ODI ટીમની કમાન સોંપવામાં આવશે.
Published On - 7:27 pm, Thu, 11 July 24