
ચાહકો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ લાઈવ ટીવી પર સ્પોર્ટસ 18ની ચેનલ પર જોઈ શકે છે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી ટી20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ચાહકો જિયો સિનેમા એપ પર જોઈ શકે છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 મેચની ટી20 સીરિઝના શેડ્યુલની આપણે વાત કરીએ તો, પહેલી ટી20 મેચ 8 નવેમ્બરના રોજ ડરબનમાં રમાઈ હતી. બીજી ટી20 મેચ 10 નવેમ્બરના રોજ ગેકેબરહામાં રમાશે. ત્રીજી ટી20 મેચ સેન્ચુરિયનમાં અને ચોથી ટી20 મેચ જોહાન્સબર્ગમાં રમાશે.