
પોતે આઉટ થતાં ગિલે કહ્યું, "મને લાગે છે કે મારા પિતા ચોક્કસપણે મને તે શોટ માટે ઠપકો આપશે, જેના કારણે હું આઉટ થયો હતો. હું જ્યારે હોટેલ પર પાછો જઈશ ત્યારે મને ખબર પડશે, પરંતુ મને લાગે છે કે મને ઠપકો મળશે."

આ પછી જ્યારે ગિલને પૂછવામાં આવ્યું કે તેને કેવું લાગ્યું કે તેના પિતા તેને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં આવ્યા છે. ગિલે કહ્યું કે મારા પિતા મોટાભાગે ગેમ્સ જોવા આવે છે, એવું કોઈ દબાણ નથી. મને લાગે છે કે આ સમયે તે 70-30 છે. સવારનું સત્ર મહત્વપૂર્ણ રહેશે. અમે જોયું છે કે સવારે ભેજ હોય છે જે ઝડપી બોલરો અને સ્પિનરોને મદદ કરે છે.