IND vs BAN , ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ભારતની ધમાકેદાર જીત, બાંગ્લાદેશને 280 રને હરાવ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈમાં ટેસ્ટ સીરિઝ રમાઈ હતી. આ મેચમાં ભારતે 281 રનથી જીત મેળવી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ચેન્નાઈના સ્ટેડિયમમાં રમાઈ હતી.
1 / 5
જેમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હાર આપી છે. ભારતે બાંગ્લાદેશને જીત માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતા. આ ટાર્ગેટને પીછો કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમ રમતના ચોથા દિવસે લંચ પહેલા 234 રનમાં સમેટાઈ ગઈ હતી.
2 / 5
ભારતીય ટીમની ટેસ્ટ મેચની જીતનો હિરો આર અશ્વિન રહ્યો હતો. જેમણે બીજી ઈનિગ્સમાં 6 વિકેટ લીધી હચી. આ સાથે અશ્વિને સદી પણ ફટકારી હતી.અશ્વિને બીજી ઈનિગ્સમાં 6 વિકેટ, રવિન્દ્ર્ જાડેજાએ 3 અને જસપ્રીત બુમરાહે 1 વિકેટ લીધી હતી.
3 / 5
તમને જણાવી દઈએ કે, ત્રીજા દિવસે લંચ બાદ ભારતીય ટીમ બીજી ઈનિગ્સમાં 4 વિકેટ પર 287 રન જાહેર કર્યા હતા. ભારતે પોતાની પહેલી ઈનિગ્સમાં 376 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટ પૂર્ણ કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની ટીમ પહેલી ઈનિગ્સમાં 149 રનમાં સમેટાય ગઈ હતી. ભારતે પહેલી ઈનિગ્સમાં 227 રનની લીડ મળી હતી.
4 / 5
ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી બાંગ્લાદેશની શરુઆત સારી રહી હતી. ઓપનર બેટ્સમેન શાદમાન ઈસ્લામ અને જાકિર હસને પહેલી વિકેટ માટે 62 રનની પાર્ટનરશિપ કરી હતી.ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ પાર્ટનરશિપને તોડી હતી.
5 / 5
ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટ મેચમાં જીત મળી છે. ભારતે બાંગ્લાદેશને 280 રનથી હાર આપી છે. રનના મામલે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે 2 મેચની સીરિઝ 1-0 લીડ મેળવી છે. ભારતે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 234 રન જ બનાવી શકી હતી.