
ટી20 સીરિઝની બીજી મેચ 25 જાન્યુઆરીના રોજ ચેન્નાઈમાં રમાશે. જ્યારે ત્રીજી મેચ 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાશે. તો 31 જાન્યુઆરીના રોજ ચોથી ટી20 મેચ પુણેમાં રમાશે. ટી20 સીરિઝ પૂર્ણ થયા બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે. જ્યારે તેની શરુઆત 6 ફ્રેબુઆરીથી થશે.

ટી 20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં હશે. તો વનડે સીરિઝની કમાન રોહિત શર્મા સંભાળશે. રોહિત શર્મા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તમામ ટી20 મેચ સાંજે 7 કલાકથી રમાશે. જ્યારે વનડે સીરિઝ બપોરના 1:30 કલાકથી શરુ થશે.

હવે આપણે ભારત-ઈંગ્લેન્ડની ટી20 સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, પહેલી ટી20 મેચ 22 જાન્યુઆરીના કોલકાત્તા, બીજી ટી20 મેચ 25 જાન્યુઆરી ચેન્નાઈ,ત્રીજી ટી20 મેચ 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં, ચોથી ટી20 મેચ 31 જાન્યુઆરીના રોજ પુણે અને પાંચમી ટી20 મેચ 2 ફ્રેબ્રુઆરીના રોજ મુંબઈમાં રમાશે. આ તમામ મેચ સાંજે 7 કલાકથી શરુ થશે.

જો આપણે હવે ભારત -ઈગ્લેન્ડની વનડે સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, પહેલી વનડે મેચ 6 ફ્રેબ્રુઆરીના રોજ નાગપુરમાં, બીજી વનડે મેચ 9 ફ્રેબ્રુઆરી કટક અને છેલ્લી અને ત્રીજી વનડે મેચ 12 ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદમાં બપોરના 1 :30 કલાકથી શરુ થશે.