IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફરી થશે ટક્કર, 2025માં કુલ 8 મેચ રમાશે
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું છે અને હવે ચાહકો માટે મોટા સમાચાર એ છે કે આ વર્ષે આ ટીમો ફરી એક બીજા સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે કુલ 8 મેચ રમાશે, જેમાં 3 ODI અને 5 T20 મેચ રમાશે.
1 / 6
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ 3-1થી હાર્યા બાદ હવે આ બંને ટીમો ફરી એકવાર સામસામે આવવાની છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી હતી જેમાં તે ફરી એકવાર ટીમ ઈન્ડિયા સાથે ટકરાવા જઈ રહી છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંને વચ્ચે કુલ 8 મેચ રમાશે.
2 / 6
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટક્કર ODI અને T20 ફોર્મેટમાં રમાશે. ઓક્ટોબર-નવેમ્બરમાં બંને ટીમો વચ્ચે 3 ODI અને 5 T20 મેચ રમાશે. ભારતીય ચાહકોની નજર આ સિરીઝ પર હશે, કારણ કે આમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાથી બદલો લેવાની તક મળશે.
3 / 6
ઓસ્ટ્રેલિયન ટીમ 2025માં ખૂબ જ વ્યસ્ત રહેવાની છે. ઓસ્ટ્રેલિયન ટીમ વિદેશી ધરતી પર 3 સિરીઝ અને એક ટૂર્નામેન્ટ રમશે જ્યારે તેમણે 3 સિરીઝ ઘરઆંગણે રમવાની છે. ઓસ્ટ્રેલિયાની ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શ્રીલંકા પ્રવાસે જશે. જ્યાં શ્રીલંકા સામે 2 ટેસ્ટ મેચની સિરીઝ અને એક વનડે મેચ રમવાની છે. આ પછી ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થશે.
4 / 6
ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. જૂન-જુલાઈમાં આ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે, જ્યાં 2 ટેસ્ટ, 3 ODI અને 3 T20 મેચ રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 3 ODI અને 3 T20 મેચ રમશે.
5 / 6
ઓસ્ટ્રેલિયાની ટીમ ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર 3 T20 મેચ રમશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ODI અને 5 T20 મેચ રમાશે.
6 / 6
2025ના અંતમાં નવેમ્બરથી જાન્યુઆરી સુધી ઈંગ્લેન્ડ સામે એશિઝ શ્રેણી રમાશે, જેમાં કુલ પાંચ ટેસ્ટ રમાશે. (All Photo Credit : PTI / GETTY)