
ભારતીય ટીમે છેલ્લે 2024માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો, જ્યાં શુભમન ગિલે ટીમની કેપ્ટનશીપ કરી હતી. હવે બે વર્ષ બાદ ટીમ ઈન્ડિયાનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

2026ના પ્રવાસમાં શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વિકેટકીપરની જવાબદારી ઈશાન કિશન સંભાળી રહ્યો છે. ટીમમાં વૈભવ સૂર્યવંશી સહિત ઘણા યુવા ખેલાડીઓને તક મળી છે.

2024ની પ્લેઇંગ ઇલેવનમાંથી ફક્ત અભિષેક શર્મા, રિંકુ સિંહ અને રવિ બિશ્નોઈ જ આ વખતે પણ ટીમનો ભાગ છે. બાકીના ખેલાડીઓના સ્થાને નવા ચહેરાઓ આવ્યા છે.

શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર સહિતના ખેલાડીઓ હવે T20 ટીમની યોજનાનો ભાગ નથી. આથી બે વર્ષમાં ટીમમાં મોટો બદલાવ જોવા મળ્યો છે.

વૈભવ સૂર્યવંશી, પ્રિન્સ યાદવ, અશોક શર્મા અને મયંક યાદવ જેવા યુવા ખેલાડીઓ માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે. શ્રેયસ અય્યર સામે નવી ટીમ સાથે જીતનું કોમ્બિનેશન બનાવવાનો પડકાર રહેશે.

2024 પ્લેઈંગ ઈલેવન - શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર, ખલીલ અહેમદ.

2026 પ્લેઈંગ ઈલેવન - વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, અશોક શર્મા અને મયંક યાદવ. (PC:X/BCCI)