
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ T20I મેચમાં ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત મળી છે. ઝડપી બોલર મયંક યાદવે પોતાના પહેલા જ બોલ પર વિકેટ લઈને ટીમને મહત્વની સફળતા અપાવી હતી.

મયંકે ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટને 149 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને આઉટ કર્યો હતો. બેનેટ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.

શરૂઆતમાં મેદાન પરના અમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાએ રિવ્યૂ લીધો હતો. અલ્ટ્રા-એજ તપાસ બાદ નિર્ણય બદલાયો અને વિકેટ ભારતના ખાતામાં આવી.

મયંક યાદવ IPLમાં પોતાની ઝડપી બોલિંગથી ચર્ચામાં આવ્યો હતો. તેની ગતિ અને ચોકસાઈના કારણે તેને ભારતીય ટીમમાં મહત્વનું સ્થાન મળ્યું છે.

ઝિમ્બાબ્વે સામેની આ મેચમાં મયંકે ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેની ઘાતક બોલિંગથી ભારતીય ટીમને શરૂઆતથી જ મેચમાં પકડ મળી ગઈ છે. (PC:X/BCCI)