
શ્રીલંકા સામે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે નવજોત સિંહ સિદ્ધુ નંબર-1 છે. નવજોત સિંહ સિદ્ધુએ કુલ 18 સિક્સર ફટકારી છે. જેમાં 1993-94ની લખનઉ ટેસ્ટમાં એક જ ઇનિંગ્સમાં 8 સિક્સ પણ સામેલ છે.

તોફાની બેટિંગ માટે જાણીતો વીરેન્દ્ર સેહવાગ આ યાદીમાં બીજા ક્રમે છે. શ્રીલંકા સામે ટેસ્ટ ક્રિકેટમાં સેહવાગે 11 મેચમાં 15 છગ્ગા ફટકાર્યા છે.

10 છગ્ગા સાથે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ત્રીજા ક્રમે છે.

શ્રીલંકા સામે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે સૌરવ ગાંગુલી, એમએસ ધોની અને રોહિત શર્મા 9 છગ્ગા સાથે ચોથા ક્રમે છે.

રવીન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામે ટેસ્ટમાં 7 છગ્ગા ફટકાર્યા છે અને તે શ્રીલંકા સામે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે પાંચમા ક્રમે છે. (PC:PTI/X)