
ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે. તેના પહેલા એક પ્રેક્ટિસ મેચ બંને ટીમો માટે તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે.

વોર્મ-અપ મેચમાં કેપ્ટનને નિશ્ચિત પ્લેઈંગ-11 જાહેર કરવાનો નિયમ નથી. ટીમના વધુ ખેલાડીઓને મેદાનમાં ઉતારી શકાય છે.

આવી મેચમાં ટીમના તમામ ખેલાડીઓને બેટિંગ કરવાની તક મળી શકે છે. કેટલાક કિસ્સામાં તમામ 15 ખેલાડીઓ બેટિંગ કરી શકે છે.

બોલિંગમાં પણ ટીમો પોતાના દરેક ખેલાડી પાસે બોલિંગ કરાવી શકે છે. કેપ્ટન જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ બોલરોને બોલિંગ આપી શકે છે.

ખાસ વાત એ છે કે કોઈ બેટ્સમેન આઉટ થયા બાદ તેને ફરી બેટિંગ માટે બોલાવી શકાય છે. જોકે, આ પ્રકારના નિયમો પ્રેક્ટિસ મેચના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. (PC:X/BCCI)