IND vs SL: જે જમીનનો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો ઉપયોગ, હવે ત્યાં રમશે ટીમ ઈન્ડિયા

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ કોલંબોના ઐતિહાસિક સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ પર રમાશે. ક્રિકેટના અનેક યાદગાર મુકાબલાઓનું સાક્ષી રહેલું આ મેદાન માત્ર રમત માટે જ જાણીતું નથી. તેની જમીન સાથે બીજા વિશ્વયુદ્ધનો પણ એક રસપ્રદ સંબંધ છે. આખરે આ મેદાનની જમીનનો ઉપયોગ યુદ્ધ દરમિયાન શા માટે કરવામાં આવ્યો હતો?

| Updated on: Aug 21, 2026 | 7:00 PM
1 / 5
સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ શ્રીલંકાના સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક મેદાનોમાંનું એક છે. તેની ઓળખ એટલી વિશેષ છે કે તેને ઘણીવાર ‘શ્રીલંકાનું લોર્ડ્સ’ પણ કહેવામાં આવે છે.

2 / 5
આ મેદાનની કહાની 1899માં શરૂ થાય છે. રોયલ કોલેજ, સેન્ટ થોમસ કોલેજ અને વેસ્લી કોલેજના વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમે કોલ્ટ્સ ક્રિકેટ ક્લબને માત્ર એક રનથી હરાવ્યા બાદ સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબની સ્થાપનાનો માર્ગ મોકળો થયો હતો.

3 / 5
શરૂઆતમાં ક્લબનું ઘર કોલંબોના વિક્ટોરિયા પાર્કમાં હતું. બાદમાં 1952માં ક્લબે મેટલેન્ડ પ્લેસ ખાતે આશરે 20 એકર જમીન ભાડે લીધી અને અહીં પોતાનું નવું ઘર બનાવ્યું.

4 / 5
પરંતુ આ જમીનનો ઇતિહાસ ક્રિકેટ કરતાં પણ જૂનો અને રસપ્રદ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મેટલેન્ડ પ્લેસની આ જમીનનો ઉપયોગ સાથી દળોએ હવાઈ પટ્ટી તરીકે કર્યો હતો. આજે એ જ સ્થળ શ્રીલંકાના સૌથી જાણીતા ક્રિકેટ મેદાનોમાં સામેલ છે.

5 / 5
આ મેદાન લાંબા સમય સુધી શ્રીલંકા ક્રિકેટ બોર્ડના મુખ્ય મથક તરીકે પણ રહ્યું છે. અહીં ટેસ્ટ અને વનડે ઉપરાંત સ્થાનિક ક્રિકેટની મહત્વપૂર્ણ ફાઇનલ પણ રમાય છે. હવે ટીમ ઈન્ડિયા પણ આ ઐતિહાસિક મેદાન પર શ્રીલંકા સામે બીજી ટેસ્ટ રમવા ઉતરશે. (PC:PTI/X)

Published On - 6:58 pm, Fri, 21 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.