IND vs SL: IPLની ઓફરને ‘ના’ પાડનાર ખેલાડી શ્રીલંકામાં 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા માટે તૈયાર

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થશે. પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારા 33 વર્ષીય સારાંશ જૈન પાસે આ શ્રેણીમાં ઈતિહાસ રચવાની તક છે. IPLમાં નેટ બોલરની ઓફર નકારનાર આ ઓલરાઉન્ડરને જો ડેબ્યૂ કરવાની તક મળશે તો તે ભારત માટે સૌથી વધુ ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરનાર ખેલાડી બની 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.

| Updated on: Aug 04, 2026 | 4:56 PM
1 / 5
ભારત અને શ્રીલંકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટથી શરૂ થશે. આ શ્રેણી માટે પહેલીવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારા સારાંશ જૈન પર સૌની નજર રહેશે.

2 / 5
મધ્યપ્રદેશના આ ઓલરાઉન્ડરને અગાઉ IPLમાં નેટ બોલર બનવાની ઓફર મળી હતી. જોકે, તેણે દરરોજ મળતા રૂ. 10 હજારની ઓફર નકારીને ઘરેલુ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

3 / 5
હવે જો સારાંશ જૈનને શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળશે, તો તે ભારત માટે સૌથી વધુ ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કરનાર ખેલાડી બની શકે છે. હાલ આ રેકોર્ડ સબા કરીમના નામે છે, જેમણે વર્ષ 2000માં 32 વર્ષ અને 362 દિવસની ઉંમરે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

4 / 5
33 વર્ષીય સારાંશ જૈન ડેબ્યૂ કરશે તો તે 26 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડી નાખશે. તેની પસંદગીને ભારતીય ઘરેલુ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનનું પરિણામ માનવામાં આવી રહ્યું છે.

5 / 5
ખાસ વાત એ પણ છે કે જો સારાંશ જૈનને પ્લેઇંગ ઈલેવનમાં તક મળશે, તો તે 2008 બાદ મુરલી વિજય પછી એવો બીજો ભારતીય ખેલાડી બનશે, જેણે IPLમાં એકપણ મેચ રમ્યા વગર ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની સિદ્ધિ હાંસલ કરી હશે. (PC: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.