
ભારત અને શ્રીલંકા વચ્ચેની આ ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. બંને ટીમો માટે શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સારા પરિણામથી WTC ફાઇનલની દોડમાં ફાયદો થઈ શકે છે.

ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીના મીડિયા રાઇટ્સ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. એટલે ટીવી પર મેચ જોવા માટે દર્શકો સોની સ્પોર્ટ્સની ચેનલોનો ઉપયોગ કરી શકશે.

મોબાઇલ પર લાઇવ મેચ જોવા માટે સોની લિવ એપ પર સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. જોકે, મોબાઇલ પર મેચ જોવા માટે સબસ્ક્રિપ્શનની જરૂર પડી શકે છે.

જો તમે મફતમાં ટીવી પર મેચ જોવા માંગતા હો, તો ડીડી સ્પોર્ટ્સ પર પણ તેનું પ્રસારણ કરવામાં આવશે. જોકે, તેના માટે ડીડી ફ્રી ડિશ કનેક્શન હોવું જરૂરી છે.

આ ટેસ્ટ શ્રેણીની મેચો સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો હોટસ્ટાર પર ઉપલબ્ધ રહેશે નહીં. તેથી ક્રિકેટ ચાહકોએ મેચ શરૂ થાય તે પહેલા યોગ્ય ચેનલ અથવા એપની વ્યવસ્થા કરી લેવી જરૂરી રહેશે. (PC:PTI/X)