IND vs SL: 10 વિકેટ લેવા છતાં માનવ સુથારને કેમ ન મળ્યો એવોર્ડ? પડિકલ બન્યો પ્લેયર ઓફ ધ મેચ

ગાલે ટેસ્ટમાં માનવ સુથારે બોલિંગમાં ધમાલ મચાવીને કુલ 10 વિકેટ ઝડપી, છતાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ તેના નામે ન થયો. દેવદત્ત પડિકલે આ સન્માન જીતી લીધું. હવે સવાલ એ છે કે બે ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કરનાર સુથારને પાછળ રાખીને પડિકલને કેમ પસંદ કરવામાં આવ્યો?

| Updated on: Aug 19, 2026 | 4:58 PM
1 / 5
ગાલે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 165 રનથી હરાવીને શાનદાર જીત મેળવી. આ જીતમાં માનવ સુથાર અને દેવદત્ત પડિકલ બંનેનું મહત્વનું યોગદાન રહ્યું. જોકે, મેચના અંતે વ્યક્તિગત સન્માનની વાત આવી ત્યારે પડિકલને પસંદ કરવામાં આવ્યો.

2 / 5
માનવ સુથારે મેચની બંને ઇનિંગ્સમાં શાનદાર બોલિંગ કરી અને કુલ 10 વિકેટ ઝડપી. તેની સ્પિન સામે શ્રીલંકાના બેટ્સમેનો સતત મુશ્કેલીમાં જોવા મળ્યા અને તેની બોલિંગ ભારતની જીતમાં મહત્વની સાબિત થઈ.

3 / 5
બીજી તરફ, દેવદત્ત પડિકલે પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર 167 રનની સદી ફટકારી હતી. ગાલેની મુશ્કેલ પિચ પર આ ઇનિંગ્સ ખાસ હતી. તેણે બીજી ઇનિંગ્સમાં પણ 44 રન બનાવ્યા હતા.

4 / 5
પડિકલે પ્રથમ ઇનિંગ્સમાં કેએલ રાહુલ સાથે 162 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. ત્યારબાદ રિષભ પંત સાથે પણ 71 રન જોડ્યા. તેના પ્રદર્શનથી ભારતને પ્રથમ ઇનિંગ્સમાં 462 રનનો મોટો સ્કોર બનાવવામાં મદદ મળી.

5 / 5
ગાલેની પિચ પર સ્પિનરોને ટર્ન મળી રહ્યો હતો અને બેટિંગ કરવી સરળ નહોતી. આવી સ્થિતિમાં પડિકલની 167 રનની ઇનિંગ્સને વધુ મહત્વ આપવામાં આવ્યું. આ કારણે 10 વિકેટ લેનારા માનવ સુથારની જગ્યાએ દેવદત્ત પડિકલને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. (PC:X/BCCI)

Follow Us
Loading...
Unable to load recommendations.