IND vs SL: ભારતની જીતથી બદલાયું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું સમીકરણ, WTC ફાઈનલમાં પહોંચવા હવે શું કરવું પડશે?

ગાલે ટેસ્ટમાં શ્રીલંકા સામેની જીતથી ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મહત્વના 12 પોઈન્ટ મળ્યા છે. ભારત હાલમાં પાંચમા સ્થાને છે, પરંતુ ફાઇનલની રેસ હજુ ચાલુ છે. હવે બાકીની ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાએ સતત સારું પ્રદર્શન કરવું પડશે. એક હાર પણ ટીમ ઈન્ડિયાના WTC ફાઇનલના સમીકરણ પર મોટી અસર કરી શકે છે.

| Updated on: Aug 19, 2026 | 4:37 PM
1 / 5
ભારતે ગાલે ટેસ્ટમાં શ્રીલંકાને 165 રનથી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારી છે. માનવ સુથાર અને દેવદત્ત પડિકલના શાનદાર પ્રદર્શનથી મળેલી આ જીત બાદ ભારતના 53.33 ટકા પોઈન્ટ છે અને ટીમ પાંચમા સ્થાને છે.

2 / 5
WTC પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા 77.78 ટકા સાથે પ્રથમ સ્થાને છે. દક્ષિણ આફ્રિકા 75 ટકા સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 72.22 ટકા સાથે ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશ 66.67 ટકા સાથે ચોથા ક્રમે છે, જ્યારે ભારત પાંચમા સ્થાને છે.

3 / 5
ટીમ ઈન્ડિયાએ હવે આ ચક્રમાં કુલ આઠ ટેસ્ટ મેચ રમવાની છે. શ્રીલંકા સામે એક ટેસ્ટ બાકી છે. ત્યારબાદ ભારત ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે અને પછી ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટની ઘરઆંગણે શ્રેણી રમશે.

4 / 5
જો ભારત પોતાની બાકીની તમામ આઠ મેચ જીતી લે તો તેના 160 પોઈન્ટ અને 74.07 ટકા પોઈન્ટ થઈ શકે છે. જોકે, ફાઇનલમાં પહોંચવા માટે દરેક મેચ જીતવી જરૂરી નથી. ભારત છ મેચ જીતીને એક ડ્રો અને એક હાર સાથે પણ ટોચના બેમાં સ્થાન મેળવી શકે છે.

5 / 5
પરંતુ ભારતે બે કે તેથી વધુ મેચ હારે તો ફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની શકે છે. સાથે જ ઓવર-રેટની પેનલ્ટીથી બચવું પણ મહત્વનું રહેશે. એટલે હવે બાકીની દરેક ટેસ્ટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. (PC:X/BCCI)

Follow Us
Loading...
Unable to load recommendations.