IND vs SL: વિકેટ તો મળી, પણ સ્પીડ ઘટી ગઈ… મોહમ્મદ સિરાજની ફિટનેસ પર ઉઠયા સવાલ

ગાલે ટેસ્ટમાં મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામે પહેલી જ ઓવરમાં વિકેટ લઈને ભારતને શાનદાર શરૂઆત અપાવી. જોકે, વિકેટ મળવા છતાં તેની બોલિંગની સ્પીડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સામાન્ય રીતે 135થી 145 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરતો સિરાજ 125થી 130 કિમીની આસપાસ જોવા મળ્યો, જેના કારણે તેની ફિટનેસ અંગે સવાલો ઊભા થયા.

| Updated on: Aug 17, 2026 | 5:36 PM
1 / 5
ત્રીજા દિવસે સિરાજે શ્રીલંકાની ઇનિંગની પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપી હતી. જોકે, શરૂઆતની સફળતા બાદ તેની ગતિમાં સતત ઘટાડો જોવા મળ્યો. 130 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચવામાં પણ તેને સંઘર્ષ કરવો પડ્યો હતો.

2 / 5
રાજ સામાન્ય રીતે પોતાની આક્રમક બોલિંગ અને 135થી 145 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે જાણીતો છે. પરંતુ ગાલેમાં તેની મોટાભાગની બોલિંગ 125થી 130 કિમી પ્રતિ કલાકની ઝડપે જોવા મળી. બીજા સ્પેલમાં તેની ગતિ વધુ ઘટી હતી.

3 / 5
સૌથી વધુ ચર્ચા એ વાતની થઈ કે વિકેટ લીધા બાદ પણ સિરાજનો શરૂઆતનો સ્પેલ માત્ર ચાર ઓવરનો રહ્યો. જોકે, ટૂંકા સ્પેલ પાછળનું ચોક્કસ કારણ ટીમ મેનેજમેન્ટ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

4 / 5
સોશિયલ મીડિયા પર ચાહકોએ સિરાજની ફિટનેસને લઈને અટકળો શરૂ કરી છે. જોકે, માત્ર ગતિમાં ઘટાડો થયો હોવાના આધારે તે અનફિટ છે એવું ચોક્કસ કહી શકાય નહીં. ગાલેની ગરમી અને ભેજ પણ તેની સ્પીડને અસર કરી શકે છે.

5 / 5
નોંધનીય છે કે IPL બાદ સિરાજને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો હતો. વર્કલોડ મેનેજમેન્ટ બાદ તે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં પરત ફર્યો હતો, જ્યાં બંને ઇનિંગમાં તેને માત્ર એક વિકેટ મળી હતી. હવે ગાલેમાં તેની ગતિ પર ટીમ મેનેજમેન્ટની નજર રહેશે. (PC:X/BCCI)

Follow Us
Loading...
Unable to load recommendations.