IND vs SL : ગૌતમ ગંભીરના આ નિર્ણયથી ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, રણનીતિ નહીં બદલી તો 27 વર્ષ બાદ શ્રીલંકામાં હારશે ભારત!

ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી મેચ બુધવારે કોલંબોમાં રમાશે. વનડે શ્રેણીમાં શ્રીલંકા 1-0થી આગળ છે. પ્રથમ મેચ ટાઈ રહી હતી. હવે શ્રેણી બચાવવા માટે ભારતીય ટીમ માટે કોઈપણ ભોગે જીતવું જરૂરી છે. જો કે આ માટે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોતાની રણનીતિ પર પુનર્વિચાર કરવો પડશે.

| Updated on: Aug 06, 2024 | 5:42 PM
4 / 5
પ્રથમ વનડેમાં પણ ગૌતમ ગંભીરે રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીના બેટિંગ ઓર્ડર સાથે છેડછાડ કરી ન હતી પરંતુ તે પછી તેણે વોશિંગ્ટન સુંદરને ચોથા નંબર પર ઉતાર્યો હતો. જેના કારણે અય્યર અને કેએલ રાહુલનો બેટિંગ ઓર્ડર નીચે સરકી ગયો. સ્પષ્ટ છે કે આના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું છે. હવે જોવાનું એ રહે છે કે છેલ્લી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની રણનીતિ શું છે.

5 / 5
ભારતીય ટીમ પર 27 વર્ષ બાદ શ્રીલંકામાં વનડે સિરીઝ હારવાનો ખતરો છે. ભારતને છેલ્લે 1997માં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે અર્જુન રણતુંગાની આગેવાની હેઠળની ટીમે ત્રણેય મેચોમાં સચિન તેંડુલકરની ભારતીય ટીમને હરાવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત અને શ્રીલંકા વચ્ચે 11 વનડે શ્રેણી રમાઈ છે અને તે તમામમાં ભારતીય ટીમે જીત મેળવી છે.