IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ લાઈવ ક્યારે અને ક્યાં જોવી?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બર, શુક્રવારથી શરૂ થવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા સર્કલમાં આ ટીમ ઈન્ડિયાની ત્રીજી, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકાની બીજી ટેસ્ટ શ્રેણી હશે. આ શ્રેણી કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમથી શરૂ થશે. જાણો આ મેચ લાઈવ ક્યારે અને ક્યાં જોવી.
ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. જેથી ટેસ્ટ મેચોનું TV પર લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 2 અને સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પર મેચ લાઈવ જોઈ શકાશે.
5 / 5
ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ JIOHotstar એપ અને વેબસાઈટ પર થશે. (PC : PTI / GETTY)