
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝની બીજી વનડે મેચ રાજકોટમાં રમાશે. બીજી વનડેમાં ફરી એક વખત રોહિત શર્માની પાસે ઈતિહાસ રચવાની તક છે.

રોહિત શર્મા પહેલી વનડેમાં 26 રન બનાવી આઉટ થયો હતો.પોતાની ઈનિગ્સમાં 2 સિક્સ ફટકારી હતી.2 સિક્સ ફટકારી રોહિત શર્મા વનડેમાં ઓપનર તરીકે સૌથી વધારે સિક્સ ફટકાવનાર બેટ્સમેન બની ગયો છે. હવે રાજકોટમાં વનડેમાં પણ હિટમેન પાસે ઈતિહાસ રચવાની તક છે.

આવું કરનાર દુનિયાનો એકમાત્ર બેટસમેન બની જશેરોહિત શર્મા જો 3 સિક્સ ફટકારે છે. તો તેના નામે ઈન્ટરનેશનલ મેચમાં SENA ટીમ વિરુદ્ધ સૌથી વધારે સિક્સ ફટકાવવાનો રેકોર્ડ નોંધાશે.

રોહિત આવું કરતા જ દુનિયાનો એક માત્ર બેટ્સમેન બની જશે. રોહિત શર્મા ઓપનર તરીકે 16000 રન પુરા કરવાથી માત્ર 41 રન પાછળ છે.

આ સિવાય એશિયામાં 6000 ઓડીઆઈ રન પુરા કરવા માટે રોહિત શર્મા માત્ર 5 રનની જરુર છે.

રોહિત શર્મા જો બીજી વનડેમાં સદી ફટકાવવામાં સફળ રહે છે. તો તેના નામે ભારતીય ઓપનર તરીકે સૌથી વધારે સદીનો રેકોર્ડ બની જશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાશે. આજે મકરસંક્રાતિનો તહેવાર પણ ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે.