
મિશેલ સેન્ટનરે પુણેમાં ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ ઓ'કીફે 2017માં બનાવ્યો હતો, જેણે પુણેમાં 12 વિકેટ ઝડપી હતી.

સેન્ટનર ભારતમાં એક ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો સર્વશ્રેષ્ઠ લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે. નંબર-1 પર તેનો સાથી એજાઝ પટેલ છે, જેણે 2021માં મુંબઈ ટેસ્ટમાં 14 વિકેટ લીધી હતી.

આ હાર પહેલા ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે સતત 18 ટેસ્ટ શ્રેણી જીતી હતી, જે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી લાંબી જીતનો સિલસિલો છે. આ યાત્રા પણ હવે પૂરી થઈ ગઈ છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં કુલ 8 રન બનાવ્યા, જે છેલ્લા 16 વર્ષમાં ભારતમાં કોઈપણ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા 2008માં અનિલ કુંબલેએ સાઉથ આફ્રિકા સામે 5 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા આ વર્ષે ઘરઆંગણે ત્રીજી ટેસ્ટ મેચ હારી ગઈ છે. આ રીતે 41 વર્ષ બાદ ભારતને ઘરઆંગણે 3 ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા 1983માં પણ ટીમ ઈન્ડિયા 3 ટેસ્ટ હારી ગઈ હતી. (All Photo Credit : PTI)