
રોહિત શર્માને ઈનિંગની ત્રીજી ઓવરમાં જ ન્યુઝીલેન્ડના અનુભવી ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ બોલ્ડ કર્યો હતો. રોહિતે માત્ર 9 બોલનો સામનો કર્યો હતો, પરંતુ તે એકપણ રન ન બનાવી શક્યો. સાઉથીના બોલને રમવામાં રોહિત નિષ્ફળ રહ્યો અને 0 રને ક્લીન બોલ્ડ થયો હતો.

આ સાથે 9 વર્ષ બાદ રોહિત શર્મા ભારતીય ધરતી પર ટેસ્ટ મેચમાં 0 રને આઉટ થયો હતો. અગાઉ 2015માં તે નવી દિલ્હી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે 0 રને આઉટ થયો હતો. તેને ઝડપી બોલર મોર્ને મોર્કેલ દ્વારા બોલ્ડ કર્યો હતો, જે હાલમાં ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ છે. (All Photo Credit : PTI / AFP)
Published On - 6:57 pm, Thu, 24 October 24