
ભારત તરફથી લોર્ડ્સમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓ કપિલ દેવ, બિશન સિંહ બેદી અને ઈશાંત શર્મા છે.

કપિલ દેવે લોર્ડ્સમાં ચાર ટેસ્ટ મેચમાં 17 વિકેટ લીધી છે, જ્યારે બિશન સિંહ બેદી અને ઈશાંત શર્માએ પણ એટલી જ વિકેટ લીધી છે.

ત્રણેય ખેલાડીઓમાં બિશન સિંહ બેદીનો સરેરાશ શ્રેષ્ઠ છે, તેમણે ચાર ટેસ્ટ મેચમાં 28.94ની સરેરાશથી વિકેટ લીધી છે.

જોકે, લોર્ડ્સમાં એક ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ કપિલ દેવ અને મોહમ્મદ સિરાજે લીધી છે. કપિલ દેવે 1982માં લોર્ડ્સમાં 168 રન આપીને ઈંગ્લેન્ડના આઠ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

જ્યારે મોહમ્મદ સિરાજે 2021માં 121 રન આપીને 8 વિકેટ લીધી હતી. આ બંને ખેલાડીઓ આ યાદીમાં ટોચ પર છે. (All Photo Credit : PTI / ESPN)