
લીડ્સ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને શ્રેણીની મજબૂત શરૂઆત કરનારા ભારતીય કેપ્ટન ગિલે સતત બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી હતી. મેચના પહેલા દિવસે સદી ફટકારનારા ગિલે બીજા દિવસે પણ પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું અને પહેલા સત્રમાં જ 150 રનનો આંકડો પાર કર્યો. આ સાથે ગિલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો જ નહીં, પરંતુ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. ગિલનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર 147 રન હતો, જે તેણે છેલ્લી ટેસ્ટમાં જ બનાવ્યો હતો.

પછી ગિલે 150ના આંકડાને સ્પર્શતાની સાથે જ તેણે કોહલીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. ગિલ હવે એજબેસ્ટન મેદાન પર ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. અગાઉ આ રેકોર્ડ કોહલીના નામે હતો, જેણે 2018માં રમાયેલી ટેસ્ટમાં 149 રનની ઇનિંગ રમી હતી. ગિલ પહેલા, કોહલી આ મેદાન પર સદી ફટકારનાર એકમાત્ર ભારતીય કેપ્ટન હતો. તે જ સમયે, આ મેદાન પર ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ પણ હવે ગિલના નામે છે.
Published On - 5:49 pm, Thu, 3 July 25