4,4,6,4,4… સંજુ સેમસને મચાવી તબાહી, ઈંગ્લેન્ડ માટે હેટ્રિક લેનાર બોલરને ધોઈ નાખ્યો

સંજુ સેમસને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. તેણે બીજી જ ઓવરમાં બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ગસ એટકિન્સનની ઓવરમાં એક-બે નહીં પાંચ બાઉન્ડ્રી ફટકારીને 22 રન ફટકાર્યા હતા.

| Updated on: Jan 22, 2025 | 10:46 PM
4 / 5
ગસ એટકિન્સન તેની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો. તેની પાસે હજુ પણ આ ફોર્મેટમાં અનુભવનો અભાવ છે. પરંતુ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની જાતને સાબિત કરી છે. તેણે ક્રિકેટના આ સૌથી મોટા ફોર્મેટમાં હેટ્રિક પણ લીધી છે. છતાં તે ભારત સામે ફ્લોપ રહ્યો અને સંજુએ તેને બરાબર ફટકાર્યો હતો.

5 / 5
સેમસને પોતાની ઈનિંગ્સની શાનદાર શરૂઆત કરી હતી પરંતુ તે તેને મોટા સ્કોરમાં બદલી શક્યો નહોતો. ઝડપી શરૂઆત છતાં સંજુ સેમસન વહેલી પેવેલિયન પરત ફર્યો હતો. સંજુએ 20 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા. જોફ્રા આર્ચરે તેને તેના જ બોલ પર એટકિન્સનના હાથે કેચ કરાવ્યો હતો. (All Photo Credit : PTI)

Published On - 10:44 pm, Wed, 22 January 25