
યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટની બીજી ઈનિંગમાં પોતાના પરિવારની હાજરીમાં શાનદાર સદી ફટકારી હતી.

યશસ્વી જયસ્વાલે 127 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પૂર્ણ કરી હતી.

આ જયસ્વાલની ટેસ્ટ કારકિર્દીમાં છઠ્ઠી અને ઈંગ્લેન્ડ સામે ચોથી સદી છે. ઈંગ્લેન્ડ ઉપરાંત તેણે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામે એક-એક સદી ફટકારી છે.

ઓવલ ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં માત્ર બે રન બનાવીને આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં શાનદાર સદીની ઈનિંગ રમી હતી.

આ પહેલા જયસ્વાલે લીડ્સ ટેસ્ટમાં 101, એજબેસ્ટનમાં 87 અને માન્ચેસ્ટરમાં 58 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ શ્રેણીમાં તે બે વાર શૂન્ય પર પણ આઉટ થયો હતો. (All Photo Credit : PTI / GETTY)