IND vs ENG : પગમાં પટ્ટી, બરાબર દોડી પણ નથી શકતો, શમીની ફિટનેસ પર ઉઠયા સવાલ

મોહમ્મદ શમી એક વર્ષથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે અને ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં તેની પસંદગી કરવામાં આવી હોવા છતાં, તેની મેદાનમાં વાપસી હાલમાં શંકાના દાયરામાં છે. કારણ કે ચેન્નાઈમાં પ્રેક્ટિસ સેશનમાં જોવા મળેલું દ્રશ્ય તણાવભર્યું હતું. હવે શમીની ફિટનેસની સાથે-સાથે ટીમ મેનેજમેન્ટ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

| Updated on: Jan 24, 2025 | 11:02 PM
1 / 6
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીની શાનદાર જીત સાથે શરૂઆત કરી છે, પરંતુ સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસની સ્થિતિ ચાહકો માટે ઉત્સુકતાનું કારણ બની રહી છે. શમીને ફિટ જાહેર કરીને T20 સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેને પ્રથમ મેચમાં રમાડવામાં આવ્યો ન હતો. ટીમ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તે ફિટ છે, પરંતુ બીજી T20 મેચ પહેલા શમીની જે તસવીર સામે આવી છે તે હેરાન કરનારી છે.

2 / 6
વર્લ્ડ કપ 2023 બાદથી ઈજાગ્રસ્ત શમી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર છે. લગભગ 14 મહિના સુધી ટીમ ઈન્ડિયાથી દૂર રહ્યા બાદ શમીને આ T20 સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો, જેથી તે ઈન્ટરનેશનલ ક્રિકેટના દબાણને સહન કરી શકે અને પોતાની લય પણ પાછી મેળવી શકે. તેમ છતાં, તેને પ્રથમ મેચમાં તક આપવામાં આવી ન હતી, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જેના કારણે શમીની ફિટનેસ અને ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠી રહ્યા છે.

3 / 6
બીજી T20 મેચ 25 જાન્યુઆરી શનિવારથી રમાવાની છે અને આ માટે શમી પણ ટીમ સાથે ચેન્નાઈમાં છે. મેચના એક દિવસ પહેલા, ટીમ ઈન્ડિયાએ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી અને આ પ્રેક્ટિસ સેશન દરમિયાન સમજાયું હતું કે શમી પ્રથમ T20નો ભાગ કેમ ન હતો. તેમજ આગામી મેચમાં પણ તેનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. PTIના અહેવાલ મુજબ શમીના બંને પગ ઘૂંટણ સુધી સંપૂર્ણ રીતે પટ્ટીથી બંધાયેલા હતા.

4 / 6
બોલિંગ કરતી વખતે પણ શમી તેની સંપૂર્ણ લયમાં ન હતો. તેનો રન અપ પણ યોગ્ય જણાતો ન હતો. એવું લાગ્યું કે તેને હજુ પણ દોડવામાં તકલીફ પડી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોલિંગના ટૂંકા બ્રેક બાદ તેણે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલ સાથે લાંબી ચર્ચા પણ કરી હતી. આ પછી તે ફરીથી બોલિંગ માટે આવ્યો પરંતુ તેમ છતાં તેની પાસે પહેલા જેવી સ્પીડ ન હતી.

5 / 6
શમીની આ સ્થિતિ બાદ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ અને સિલેક્શન કમિટી પર સવાલો ઉભા થયા છે. જો શમી હજુ સુધી સંપૂર્ણ રીતે ફિટ નથી તો પછી તેને સીધો T20 સિરીઝ માટે પસંદ કરવાની શું જરૂર હતી? તે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં થોડો વધુ સમય વિતાવી શક્યો હોત, ત્યારબાદ શ્રેણીની વચ્ચે તેને ટીમમાં સામેલ કરી શકાયો હોત.

6 / 6
તેની ફિટનેસ પણ ચિંતાનો વિષય છે કારણ કે શમીની પણ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે અને જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થવાના કિસ્સામાં ટીમને શમીની ખૂબ જરૂર પડશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પ્રાર્થના કરશે કે શમી જલ્દી આ શ્રેણીમાં પરત ફરે. (All Photo Credit : PTI)

Published On - 11:02 pm, Fri, 24 January 25

Follow Us