
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં જો આપણે એક દિવસમાં બનનાર સૌથી વધારે રનની વાત કરીએ તો 588 રન એક દિવસમાં બન્યા છે. આ કારનામું ઈંગ્લેન્ડ અને ભારતની ટેસ્ટ મેચ દરમિયાન 1936માં બન્યું હતુ.

ટેસ્ટ ક્રિકેટના પાંચમાં અને છેલ્લા દિવસે બનેલા સૌથી મોટા સ્કોરની વાત કરીએ તો 2001માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મેચ વચ્ચે એક ટેસ્ટ મેચમાં 459 રન બન્યા હતા. પરંતુ ત્યારે પણ 500થી વધારે રન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં છેલ્લા દિવસ સુધી બન્યા નથી. ત્યારે ઈંગ્લેન્ડને ભારત વિરુદ્ધ જીત માટે ઈતિહાસ રચવો પડશે.

તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટમાં 4 વખત 400થી વધારે ટાર્ગેટ પૂર્ણ થયો છે. જેમાં ઈંગ્લેન્ડનું નામ નહી પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ આવું કરી ચૂકી છે.