
પ્રથમ દિવસ બાદ બેંગલુરુમાં વરસાદના કારણે કોઈ પણ દિવસે રમત રમાઈ શકી ન હતી. હવે કાનપુરમાં પણ આવી જ સ્થિતિ બની છે. ત્રીજા દિવસે પણ વરસાદની સંભાવના છે. મેદાન પહેલેથી જ ભીનું છે, જો વધુ વરસાદ પડશે તો ત્રીજો દિવસ પણ રદ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેદાનને સૂકવવા માટેની સુવિધાઓ સારી નથી. આ સિવાય ભારતીય ટીમ અહીંની અન્ય સુવિધાઓથી પણ ખુશ નથી.

મેચના પ્રથમ દિવસે કુલ 35 ઓવર નાખવામાં આવી હતી. આ દરમિયાન બાંગ્લાદેશની ટીમે 3 વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા હતા. મોમિનુલ હક 40 રન અને મુશફિકુર રહીમ 6 રન બનાવીને ક્રિઝ પર હાજર રહ્યા હતા. બીજી તરફ, આકાશ દીપ ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે 10 ઓવરમાં માત્ર 34 રન આપ્યા અને 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. આ પછી રવિચંદ્રન અશ્વિને ત્રીજી સફળતા અપાવી હતી. (All Photo Credit : ICC / BCCI)
Published On - 9:41 pm, Sat, 28 September 24