IND vs AUS : સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને શુભમન ગિલની જરૂર, હવે રોહિત શર્મા કોને બહાર કરશે?
ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન ટેસ્ટ માટે જરૂરી ફેરફારો કર્યા છે. પિચને ધ્યાનમાં રાખીને રોહિત શર્માએ શુભમન ગિલને બહારનો રસ્તો બતાવ્યો હતો અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો અને ટીમ મેલબોર્નમાં હારી ગઈ હતી. હવે ટીમ ઈન્ડિયા પાસે સિડની ટેસ્ટમાં વાપસી કરવાનો મોકો છે અને તેના કારણે શુભમન ગિલ આ મેચમાં વાપસી કરશે કે કેમ તે અંગે સવાલ ઉભો થયો છે. આવી સ્થિતિમાં રોહિતની સામે સૌથી મોટો ટેન્શન એ છે કે જો ગિલને ફરીથી સામેલ કરવામાં આવે તો કયા ખેલાડીને ટીમમાંથી બહાર કરવો પડશે.