
ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણી 29 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. હવે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ રમાશે. આ સાથે ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ સમાપ્ત થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લી T20 મેચ બુધવાર 7 નવેમ્બરના રોજ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે.

ભારત-ઓસ્ટ્રેલિયા T20 મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:45 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા, બપોરે 1:15 વાગ્યે થશે.

ભારત-ઓસ્ટ્રેલિયા T20 શ્રેણીના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. જેથી T20 મેચોનું TV પર લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે.

ભારત-ઓસ્ટ્રેલિયા T20 મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ JIOHotstar એપ અને વેબસાઈટ પર થશે. (PC : PTI / GETTY)