
પર્થમાં રોહિત શર્માનો શ્રેષ્ઠ સ્કોર 171 અણનમ છે. 2016ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI શ્રેણીની પહેલી મેચમાં, રોહિતે 7 છગ્ગા અને 13 ચોગ્ગાની મદદથી ઓસ્ટ્રેલિયન બોલિંગ લાઈન-અપને ખતમ કરી દીધું હતું. આ શાનદાર સદીએ ટીમ ઈન્ડિયાને 309 રન બનાવવામાં મદદ કરી.

જોકે, આટલા મોટા સ્કોર છતાં, ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી લીધી. સ્ટીવ સ્મિથ અને જ્યોર્જ બેઈલીની સદીઓના કારણે ઓસ્ટ્રેલિયાએ 4 બોલ બાકી રહેતા રન ચેઝ કરી લીધો. જોકે, રોહિત હવે પર્થમાં બીજી એક મજબૂત ઈનિંગ રમવા માંગશે અને આ વખતે ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરશે.

પર્થની પિચ પર બોલ ખૂબ જ ઝડપથી આવે છે, અહીં બોલરોને ખૂબ ઉછાળ મળે છે. બેટ્સમેનોને સામાન્ય રીતે આ પિચ પર બેટિંગ કરવામાં મુશ્કેલી પડે છે, પરંતુ રોહિત માટે ઉછાળવાળી ઝડપી પિચ સ્વર્ગ સમાન છે. કારણ કે તે શોર્ટ બોલ ખૂબ જ આરામથી રમી શકે છે. તેના કટ અને પુલ શોટ્સ બેસ્ટ છે, જેના કારણે તે પર્થમાં પોતાનો જલવો ચાલુ રાખશે તેવી અપેક્ષા છે. (All Photo Credit : PTI / GETTY)