IND vs AUS: જસપ્રીત બુમરાહ મેગા રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર, પર્થમાં રચશે ઈતિહાસ

|

Nov 22, 2024 | 5:45 PM

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા ફ્રન્ટ ફૂટ પર જોવા મળી રહી છે. કેપ્ટન જસપ્રીત બુમરાહે રમતના પહેલા દિવસે અદભૂત બોલિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો તેમની સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. તેણે કુલ 4 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. હવે ટેસ્ટના બીજા દિવસે તે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

1 / 6
જસપ્રીત બુમરાહે પર્થ ટેસ્ટના પહેલા દિવસે કેપ્ટન તરીકે શાનદાર બોલિંગ કરી હતી, બુમરાહે માત્ર 10 ઓવરમાં 4 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો, જેના કારણે ઓસ્ટ્રેલિયાએ દિવસની રમત પૂરી થતાં સુધીમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. હવે રમતનો બીજો દિવસ ટીમ ઈન્ડિયાની સાથે બુમરાહ માટે પણ ઘણો મહત્વનો રહેવાનો છે. તે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

2 / 6
જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં વિકેટ લેનારો છઠ્ઠો ભારતીય કેપ્ટન છે. આ પહેલા લાલા અમરનાથ, બિશન બેદી, કપિલ દેવ, સચિન તેંડુલકર અને અનિલ કુંબલે ઓસ્ટ્રેલિયામાં કેપ્ટન તરીકે વિકેટ લેવામાં સફળ રહ્યા છે.

3 / 6
બિશન બેદી, કપિલ દેવ અને અનિલ કુંબલે જ એવા કેપ્ટન છે જેમણે એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી.આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહ હવે આ યાદીમાં સામેલ થવાથી માત્ર 1 વિકેટ દૂર છે.

4 / 6
બુમરાહ ઓસ્ટ્રેલિયામાં એક ઈનિંગમાં 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ઝડપી બોલિંગ કેપ્ટન પણ બની જશે. કપિલ દેવ પણ ઝડપી બોલિંગ કરતો હતો, પરંતુ તેની ગણતરી બોલિંગ ઓલરાઉન્ડરોમાં થાય છે અને બુમરાહ પ્રોપર ફાસ્ટ બોલર છે.

5 / 6
બુમરાહ વિદેશમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે પાંચમા નંબર પર આવી ગયો છે. તેણે વિદેશમાં 130 ટેસ્ટ વિકેટ લીધી છે. તેણે જવાગલ શ્રીનાથને પાછળ છોડી દીધો છે, જેણે 128 વિકેટ લીધી હતી. જ્યારે કપિલ દેવ 215 વિકેટ સાથે આ યાદીમાં સૌથી આગળ છે. આ યાદીમાં ઝહીર ખાન, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી પણ સામેલ છે.

6 / 6
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના મામલે બુમરાહ ભારતીય બોલરોમાં ચોથા ક્રમે આવી ગયો છે. માત્ર આર અશ્વિન, અનિલ કુંબલે અને કપિલ દેવ જ તેનાથી આગળ છે. (All Photo Credit : PTI / AFP)

Next Photo Gallery