
હવે તમે સમજી જ ગયા હશો કે 26 ડિસેમ્બરને બોક્સિંગ ડે કેમ કહેવામાં આવે છે. આ દિવસથી શરૂ થતી ટેસ્ટ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોક્સિંગ ડે ટેસ્ટનો ઈતિહાસ દાયકાઓ જૂનો છે. 1950માં એશિઝ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેલબોર્નમાં પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ હતી. ત્યારથી, ઓસ્ટ્રેલિયા દર વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન કરે છે.

જોકે, 1984, 1988 અને 1994માં બોક્સિંગ ડે ટેસ્ટ યોજાઈ શકી ન હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ક્રિસમસ પહેલા ટેસ્ટ મેચનું આયોજન કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સિવાય ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ દર વર્ષે બોક્સિંગ ડે ટેસ્ટ રમે છે.

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટ 1950માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ હતી. આ જ મેદાન પર, ઓસ્ટ્રેલિયાની સ્થાનિક ટૂર્નામેન્ટ શેફિલ્ડ શીલ્ડ પણ વર્ષ 1892માં બોક્સિંગ ડે પર પ્રથમ વખત રમાઈ હતી. 1980થી અહીં દર વર્ષે નિયમિતપણે બોક્સિંગ ડે ટેસ્ટ રમાય છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ (બોક્સિંગ ડે ટેસ્ટ) પણ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. (All Photo Credit : X / PTI / MCG)
Published On - 4:40 pm, Thu, 26 December 24