
ટીમ ઈન્ડિયા હાલ WTCના પોઈન્ટ ટેબલમાં 57.29 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલમાં પ્રવેશવા માંગે છે, તો તેમણે ઓછામાં ઓછા 3-2 અથવા 2-1થી શ્રેણી જીતવી પડશે. આ મેચ રદ્દ થતાં જ ટીમ ઈન્ડિયા 12 પોઈન્ટ મેળવવાની તક ગુમાવશે અને માત્ર 4 પોઈન્ટ મળશે. ટીમ માટે આગામી બે મેચ કોઈપણ ભોગે જીતવી જરૂરી રહેશે.

ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિઓમાં આ હાંસલ કરવું મુશ્કેલ કામ હશે. આ સિવાય ભારતીય ટીમ પાસે WTC ફાઈનલ પહેલા બીજી કોઈ શ્રેણી નથી. બીજી તરફ આ શ્રેણી સિવાય ઓસ્ટ્રેલિયાને શ્રીલંકામાં 2 મેચમાં વાપસી કરવાની તક મળશે. આ મામલે દક્ષિણ આફ્રિકા સૌથી આગળ છે. હવે ફાઈનલમાં જવા માટે તેમને પાકિસ્તાન સામે માત્ર એક જ જીતની જરૂર છે.

WTCના પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા 63.33 ટકા સાથે પ્રથમ સ્થાને અને ઓસ્ટ્રેલિયા 60.71 ટકા સાથે બીજા સ્થાને છે. જો કે ગાબા ખાતે ઓસ્ટ્રેલિયાના રેકોર્ડ પર નજર કરીએ તો વરસાદ ભારતીય ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટીમ એક હારથી બચી જશે અને બાકીની બંને મેચ જીતવી પડશે.

જો બ્રિસ્બેનમાં વરસાદની કોઈ ખાસ અસર નહીં થાય અને મેચનું પરિણામ આવે તો WTCનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ જશે. જો ટીમ ઈન્ડિયા 2021ની જેમ ગાબામાં સતત બીજી વખત જીતશે તો તે 59.80 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા 56.67 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને જશે. જો ઓસ્ટ્રેલિયા જીતશે તો વર્તમાન સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. જોકે, પેટ કમિન્સની ટીમ 58.89 પોઈન્ટ સુધી પહોંચશે અને ફાઈનલ માટે પ્રબળ દાવેદાર બનશે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 5:25 pm, Fri, 13 December 24