
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની શ્રેણીમાં એકમાત્ર પિંક બોલ ટેસ્ટ માટે કેનબેરામાં પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. આ મેચમાં ઘણા સકારાત્મક સંકેતો જોવા મળ્યા હતા. ભારતના બોલર અને બેટ્સમેન બંને ડે-નાઈટ ટેસ્ટ માટે તૈયાર દેખાતા હતા. પહેલા બોલરોએ PM XIની ટીમને 240 રનમાં આઉટ કરી દીધી હતી. ત્યારબાદ બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી અને મેચ સરળતાથી જીતી લીધી.

હર્ષિત રાણાએ સૌથી વધુ 4 અને આકાશ દીપે 2 વિકેટ ઝડપી હતી. આ બે સિવાય મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને પણ 1-1 વિકેટ મળી હતી. યશસ્વી જયસ્વાલ 45 રનની ઈનિંગ રમીને આઉટ થયો હતો. કેએલ રાહુલે 27 રન અને શુભમન ગિલે 50 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડી, જાડેજા અને સુંદરે પણ બેટથી પોતાની તાકાત બતાવી. (All Photo Credit : PTI)
Published On - 9:42 pm, Mon, 2 December 24