
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન ભારતના મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યરને ઈજા થઈ હતી. કેચ પકડ્યા બાદ ખેલાડી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેના કારણે તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત હવે સુધરી રહી છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ દરમિયાન, BCCI એ શ્રેયસની ઈજાની ગંભીરતા અંગે એક નવું મેડિકલ અપડેટ બહાર પાડ્યું છે.

BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે 25 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન શ્રેયસ અય્યરને પેટમાં ગંભીર ઈજા થઈ હતી. જે બાદ તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો, શ્રેયસની ઓસ્ટ્રેલિયામાં સફળ સર્જરી થઈ છે.

BCCIએ જણાવ્યું હતું કે શ્રેયસ અય્યરનું 28 ઓક્ટોબરે બીજું સ્કેન થયું હતું અને તેની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે.

BCCIએ માહિતી આપી હતી કે તેમની મેડિકલ ટીમ સિડની અને ભારતમાં નિષ્ણાત ડોકટરોની સલાહ લેવાનું ચાલુ રાખશે અને અય્યરના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે.

શ્રેયસ અય્યરની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા વનડે શ્રેણીમાં રમવું મુશ્કેલ બન્યું છે. અહેવાલો સૂચવે છે કે રજત પાટીદારને તેના સ્થાને લેવાનું વિચારી શકાય છે. (PC : PTI / GETTY)
Published On - 9:37 pm, Tue, 28 October 25