IND vs AUS : 4 બેટ્સમેનોની ફિફ્ટી બાદ બેકફૂટ પર હતી ટીમ ઈન્ડિયા, બુમરાહે કરાવી જોરદાર વાપસી

|

Dec 26, 2024 | 9:02 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાને 311 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના 4 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી, જ્યારે બુમરાહે 3 વિકેટ લીધી હતી.

1 / 6
બોક્સિંગ ડે ટેસ્ટમાં પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો. ઓસ્ટ્રેલિયન ઓપનરોએ આ શ્રેણીની સૌથી મોટી અને મજબૂત શરૂઆત આપી હતી. 19 વર્ષના યુવા ડેબ્યૂટન્ટ સેમ કોન્સ્ટાસની મજબૂત બેટિંગના કારણે ટીમ ઈન્ડિયા બેક ફૂટ પર હતી. પ્રથમ અને બીજા સેશનમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો હતો. પરંતુ છેલ્લા સેશનમાં જસપ્રીત બુમરાહના દમ પર ટીમ ઈન્ડિયાએ વાપસી કરી હતી.

2 / 6
ચોથી ટેસ્ટ 26મી ડિસેમ્બરથી શરૂ થઈ છે. સેમ કોન્સ્ટાસે ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેણે અપેક્ષા મુજબ મજબૂત પ્રદર્શન કર્યું. થોડા બોલનો સામનો કર્યા પછી, કોન્સ્ટન્સે શ્રેણીના સૌથી સફળ બોલર બુમરાહ સામે આક્રમક બેટિંગ કરી બાઉન્ડ્રીનો વરસાદ કર્યો. કોન્સ્ટાસે માત્ર 52 બોલમાં ફિફ્ટી પૂરી કરી અને 65 બોલમાં 60 રનની ઈનિંગ રમી.

3 / 6
ઓસ્ટ્રેલિયન ટીમને કોન્સ્ટાસેની દમદાર ઈનિંગ સાથે જ મજબૂત શરૂઆત મળી હતી. ત્યારબાદ બાકીના બેટ્સમેનોનું મનોબળ પણ વધ્યું અને તેઓએ પણ અડધી સદી ફટકારી. કોન્સ્ટન્સ સિવાય ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા ઉસ્માન ખ્વાજાએ 121 બોલમાં 57 રન, માર્નસ લાબુશેને 145 બોલમાં 72 રન અને સ્ટીવ સ્મિથે અણનમ 68 રન બનાવ્યા હતા.

4 / 6
પ્રથમ સેશનમાં ઓસ્ટ્રેલિયાએ 25 ઓવરમાં 112 રન બનાવ્યા હતા. બીજા સેશનમાં 28 ઓવરમાં 64 રન થયા હતા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ ગુમાવી હતી. બીજા સેશન સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટના નુકસાન પર 176 રન બનાવી લીધા હતા અને કાંગારૂ ટીમ મજબૂત સ્થિતિમાં હતી.

5 / 6
ત્રીજા સેશનમાં ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં બેટિંગ કરવા આવ્યું હતું. ટીમે 2 વિકેટ ગુમાવીને 237 રન બનાવ્યા હતા. આ પછી જસપ્રીત બુમરાહે સતત વિકેટ લઈને ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી. સૌપ્રથમ વોશિંગ્ટન સુંદરે માર્નસ લેબુશેનને આઉટ કર્યો હતો. ત્યારબાદ બુમરાહે ટ્રેવિસ હેડને શૂન્ય રન પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેની આગલી જ ઓવરમાં બુમરાહે મિશેલ માર્શને પણ આઉટ કર્યો હતો.

6 / 6
ભારતે 9 રનમાં 3 વિકેટ લઈને મેચમાં વાપસી કરી હતી. દિવસ પૂરો થાય તે પહેલા આકાશ દીપે એલેક્સ કેરીને આઉટ કર્યો. આ રીતે ત્રીજા સેશનમાં ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. પહેલા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટના નુકસાન પર 311 રન બનાવી લીધા છે. સ્ટીવ સ્મિથ 68 રન અને કેપ્ટન પેટ કમિન્સ 8 રન બનાવીને અણનમ પરત ફર્યા છે. (All Photo Credit : PTI / X)

Next Photo Gallery