
Accuweatherના રિપોર્ટ અનુસાર, 2 જાન્યુઆરીએ સિડનીમાં વરસાદની 57 ટકા શક્યતા છે. આ પછી, આગામી 4 દિવસ સુધી વરસાદનું બહુ જોખમ નથી, પરંતુ સિડની ટેસ્ટના છેલ્લા દિવસે એટલે કે 7મી જાન્યુઆરીએ 80 ટકા વરસાદની સંભાવના છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5મી ટેસ્ટ મેચ સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર તમે જોઈ શકો છો. ટેસ્ટ મેચ ભારતીય સમયઅનુસાર સવારે 5 કલાકથી શરુ થશે. 30 મિનિટ પહેલા ટોસ થશે.

મહત્વની વાત એ છે કે, ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ સીરિઝમાં 31 વિકેટ લઈ સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે. બુમરાહે તમામ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અને તે સિડનીમાં પણ પોતાનું શાનદાર પ્રદર્શન કરી ટીમને જીત અપાવવા માંગશે.