T20 World Cup : સ્ટોપ ક્લોકથી લઈને રિઝર્વ ડે સુધી, T20 વર્લ્ડ કપ માટે ICC છે કડક, આ હશે 5 નવા નિયમો

|

May 29, 2024 | 3:59 PM

આઈપીએલ પૂર્ણ થતાંની સાથે હવે ભારતીય ટીમનું ફોક્સ ટી20 વર્લ્ડકપ પર છે. પછી ચાહકો હોય કે ખેલાડીઓ તમામની નજર વર્લ્ડકપ પર રહેશે.આઈસીસીએ રિઝર્વ ડેના નિયમમાં પણ ફેરફાર કર્યો છે.આ નિયમ ક્રિકેટના મેદાન પર પહેલીવાર જોવા મળશે.

1 / 5
આઈસીસી વર્લ્ડકપ માટે શેડ્યૂલની તો જાહેરાત કરી દીધી છે, વર્લ્ડકપને આડે હવે માત્ર ગણતરીની કલાકો જ બાકી છે. તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચુકી છે. આ મેગા ઈવેન્ટ માટે આઈસીસીએ નવા નિયમોનું લિસ્ટ પણ તૈયાર કરી લીધું છે.  આ વખતે વર્લ્ડકપમાં એવું જોવા મળશે જે તમે ક્યારે જોયું નહિ હોય. ટી20 વર્લ્ડકપ 2024 માટે આઈસીસી કોઈ ભૂલ કરવા માંગતુ નથી. ત્યારે 5 એવા નિયમો છે જે આ ટૂર્નામેન્ટમાં આપણે જોવા મળશે.

2 / 5
સૌથી પહેલા સ્ટોપ ક્લોક નિયમ છે. આ નિયમ બોલિંગ કરી રહેલી ટીમને એક ઓવર પૂર્ણ થયા પછી 1 મિનિટની અંદર બીજી ઓવર શરુ કરવાની રહેશે. જો આવું ન થયું તો 5 રનની પેનલ્ટી લાગશે. એટલે કે, જો નિયમ તોડવામાં આવશે તો બેટિંગ કરનાર ટીમના સ્કોરમાં 5 રનનો વધારો કરવામાં આવશે. જોકે, અમ્પાયર આ માટે ફિલ્ડિંગ ટીમને બે વાર ચેતવણી આપશે. ત્રીજી વખત નિયમોનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ ક્રિકેટના મેદાન પર પહેલીવાર જોવા મળશે.

3 / 5
આઈસીસી મેચના ટાઈમિંગને લઈને ટી20 વર્લ્ડકપમાં સખત છે. આઈસીસીએ આખી મેચ પૂર્ણ કરવા માટે 3 કલાક અને 10 મિનિટનો સમય રાખવામાં આવ્યો છે. જો આવું ન થયું તો બોલિંગ કરનારી ટીમને આનું નુકસાન ભોગવવું પડશે. જો સમયનું ઉલ્લંધન થયું તો  કેપ્ટને સર્કલની અંદર ફિલ્ડરને બોલાવવો પડશે. ICCએ ઇનિંગ સમાપ્ત કરવા માટે 1 કલાક 25 મિનિટનો સમય રાખ્યો છે.  ઇનિંગ્સના બ્રેક દરમિયાનનું અંતર 10 મિનિટ નહીં પરંતુ 20 મિનિટનું હશે.

4 / 5
આઈસીસીએ રિઝર્વ ડેના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. ટી20 વર્લ્ડકપ 2024માં પહેલી વખત એવું જોવા મળ્યું કે, જ્યારે બીજી સેમિફાઈનલમાં કોઈ રિઝર્વ ડે નથી. પહેલી સેમિફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં  આવ્યો છે જ્યારે બીજી સેમિફાઈનલમાં જો વરસાદ આવે છે તો 4 કલાક અને 10 મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવશે, કા પછી મેચ પૂર્ણ થવાની રાહ જોવામાં આવશે.

5 / 5
મેચ ટાઈ થવા પર સુપર ઓવર જોવા મળે છે પરંતુ સુપર ઓવર ટાઈ થઈ જાય તો બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ હતો. આ નિયમ વર્લ્ડકપ 2019માં વિવાદોમાં રહ્યો હતો. ત્યારબાદ આ નિયમને દુર કરવામાં આવ્યો છે. હવે પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી વર્લ્ડ કપમાં સુપર ઓવર જોવા મળતી રહેશે.

Next Photo Gallery