
આઈસીસી રેન્કિંગ ટોપ 10 બોલરની લિસ્ટ જોઈએ તો તેમાં ભારતના 3 બોલર છે. અશ્વિન અને બુમરાહ સિવાય રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. જે 788 રેટિંગના અંક સાથે 7માં નંબર પર છે. ભારતના કુલદીપ યાદવે પણ લાંબી છલાંગ લગાવી છે. આ સાથે બેટ્સમેન રોહિત શર્મા અને યશસ્વી જ્યસ્વાલને પણ ફાયદો થયો છે.

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિન 870 રેટિંગ પોઈન્ટની સાથે નંબર 1 બોલર છે. આ સાથે એક સ્થાનની છલાંગ લગાવી છે. જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની 10 ઈનિગ્સમાં લીધેલી 26 વિકેટનું પરિણામ છે. અશ્વિન બાદ બોલરની ટેસ્ટ રેન્કિંગમાં બીજા અને ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ અને ભારતનો જસપ્રીત બુમરાહ છે. આ બંન્ને 847 રેટિંગ પોઈન્ટ છે.