
શુભમન ગિલ 2023ના નવેમ્બર મહિનામાં પણ નંબર 1 ODI બેટ્સમેન બન્યો હતો, પરંતુ બાબરે ગિલ પાસેથી નંબર 1 નું સ્થાન છીનવી લીધું. હવે ફરી એકવાર ગિલ બાબરને હરાવવામાં સફળ રહ્યો છે. જોકે, આ રેન્કિંગ જાળવી રાખવા માટે શુભમન ગિલને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરવું પડશે. ગિલ હાલમાં સારા ફોર્મમાં છે અને જો તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વધુ રન બનાવશે તો તે બાબરથી ઘણો આગળ નીકળી જશે.

લેટેસ્ટ ODI રેન્કિંગમાં શુભમન ગિલ પ્રથમ સ્થાને છે, જ્યારે બાબર આઝમ બીજા સ્થાને છે. રોહિત શર્મા ત્રીજા નંબર પર છે. હેનરિક ક્લાસેન એક સ્થાન ઉપર આવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ પાંચમા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલી છઠ્ઠા નંબર પર છે. હેરી ટેક્ટર સાતમા અને ચરિત અસલંકા આઠમાં સ્થાને છે. શ્રેયસ અય્યર નવમા ક્રમે પહોંચી ગયો છે. જ્યારે શે હોપ 10મા નંબરે છે. (All Photo Credit : PTI / GETTY)