T20 WC Breaking : અભિષેક શર્મા અને ઈશાન કિશનની વિકેટ લેનાર ભારતીય મૂળનો ડચ બોલર આર્યન દત્ત કોણ છે?

ભારત સામે અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની ગ્રુપ A મેચમાં નેધરલેન્ડ્સના યુવા સ્પિનર આર્યન દત્તે શાનદાર બોલિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતીય મૂળના ઓફ-બ્રેક બોલરે અભિષેક શર્મા અને ઇશાન કિશનની મહત્વપૂર્ણ વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને પ્રારંભિક ઝટકો આપ્યો હતો. ચાર ઓવરમાં 2/19ના આંકડા સાથે તેણે યાદગાર પ્રદર્શન કર્યું હતું.

| Updated on: Feb 19, 2026 | 4:24 PM
1 / 6
બુધવારે અમદાવાદમાં ભારત-નેધરલેન્ડ્સની મેચમાં આર્યન દત્તે પ્રથમ ઓવરમાં જ અભિષેક શર્માને પેવેલિયન મોકલી ભારતને આંચકો આપ્યો હતો. અભિષેક પુલ શોટ રમતા બોલ્ડ થયો. શરૂઆતથી જ લાઇન અને લેન્થમાં ચોકસાઈ દાખવતા આર્યને ભારતીય બેટર્સ પર દબાણ બનાવ્યું હતું.

2 / 6
ત્યારબાદ ફોર્મમાં ચાલી રહેલા ઇશાન કિશન સામે પણ તેણે શાનદાર બોલિંગ કરી. ઝડપી રન બનાવવાના પ્રયાસમાં રહેલા ઇશાને માત્ર સાત બોલમાં 18 રન બનાવ્યા હતા, પરંતુ આર્યનની ઓફ-બ્રેક સામે તે પણ ટકી શક્યો નહોતો. તેની આ વિકેટ મેચનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

3 / 6
આ પ્રદર્શન સાથે જ આર્યન દત્તે ટૂર્નામેન્ટની ચાર મેચમાં પાંચ વિકેટનો આંકડો પાર કર્યો. જમણા હાથના આ યુવા સ્પિનરે પોતાના શાંત સ્વભાવ અને નિયંત્રિત બોલિંગથી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

4 / 6
12 મે 2003ના રોજ નેધરલેન્ડ્સના હેગમાં જન્મેલો આર્યન દત્ત ભારતીય મૂળનો છે. તેના પિતા પંજાબના છે અને 1980ના દાયકામાં તેનો પરિવાર નેધરલેન્ડ્સ સ્થાયી થયો હતો. બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે રૂચી ધરાવતા આર્યને પોતાની ટ્રેનિંગ નેધરલેન્ડ્સમાં શરુ કરી હતી.

5 / 6
માત્ર 13 વર્ષની ઉંમરે તેણે પોતાની સ્પિન બોલિંગ વધુ ધારદાર બનાવવા ચંદીગઢમાં ત્રણ વર્ષ ટ્રેનિંગ લીધી હતી. 2021 માં 17 વર્ષની ઉંમરે તેણે નેપાળ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 2024માં ODIમાં છ વિકેટ લઈને તે ડચ ટીમનો મહત્વનો બોલર બની ગયો.

6 / 6
2022માં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં તેણે નિકોલસ પૂરનને ત્રણેય મેચમાં આઉટ કર્યો હતો, જ્યારે 2023 ના ODI વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ છગ્ગા ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. (PC: PTI/X)

Published On - 4:24 pm, Thu, 19 February 26

Follow Us
Loading...
Unable to load recommendations.