
તો આજે તમને જણાવીશું કે, આની પાછળ લોજિક શું છે અને ક્યારે ટ્રોફીને સિલ્વર અને ગોલ્ડન કલરની રાખવામાં આવે છે.

વર્લ્ડકપની ટ્રોફી ગોલ્ડન કલરની હોય છે, ટી20 વર્લ્ડકપ ટ્રોફીમાં ગોલ્ડ કલરનો ઉપયોગ થતો નથી અને આ ટ્રોફી સિલ્વર કલરની બનાવવામાં આવે છે. જે વર્લ્ડકપની ટ્રોફી હોય છે તે ટ્રોફીને ગોલ્ડ અને ચાંદીથી મિક્સ કરી બનાવવામાં આવે છે. જેના કારણે તેનો રંગ ગોલ્ડન હોય છે.

ટુંકમાં 50 ઓવરના વર્લ્ડકપમાં જે ટ્રોફી મળે છે તે ગોલ્ડન હોય છે. અને ટી20 મેચની વર્લ્ડકપમાં જે ટ્રોફી હોય છે તે સિલ્વર રંગની હોય છે.તમને જણાવી દઈએ કે,આ ટ્રોફી સિલ્વર અને રોડિયમથી મિક્સ કરી બનાવવામાં આવી છે. ટ્રોફીનું વજન અંદાજે 7 કિલો કહેવામાં આવી રહ્યું છે. તેની ઉંચાઈ અંદાજે 51CM આસપાસ છે.

વર્લ્ડકપની ટ્રોફી ખેલાડીઓને આપવામાં આવતી નથી. રિયલ ટ્રોફી આઈસીસીની પાસે રહે છે અને રેપ્લિકા ટ્રોફી ટીમને આપવામાં આવે છે. ટીમના ખેલાડીઓ આ ટ્રોફી પોતાની પાસે રાખતા નથી અને આ ક્રિકેટ બોર્ડ પોતાની પાસે રાખે છે. આ વખતે ભારતે વર્લ્ડકપ જીત્યો તો હવે આ ટ્રોફી બીસીસીઆઈ પાસે રાખશે.