ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ મેચની સીરિઝમાં એક તરફ ખેલાડીઓની ઈજાથી ટીમ મેનેજમેન્ટ પરેશાન છે, તો બીજી તરફ સ્ટાર ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે ફેન્સ નારાજ છે. વધુમાં રણજીમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ અને હાલ ટીમમાં સામેલ સરફરાઝ ખાન સામે લાંબા સમયથી રન બનાવવા સંઘર્ષ કરી રહેલા શુભમન ગિલની પસંદગી બાદ વિશાખાપટ્ટનમમાં શુભમન માત્ર 34 રન બનાવી આઉટ થતા ફેન્સ મેનેજમેન્ટ પર ભડક્યા છે અને ગિલને બહાર કરી સરફરાઝને ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે.
શુભમન ગિલની બેટ સાથેની છેલ્લી મોટી ટેસ્ટ ઈનિંગ માર્ચ 2023માં આવી હતી, જ્યારે તેણે અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે 128 રન બનાવ્યા હતા.
5 / 5
હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેની ટેસ્ટ કારકિર્દી પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. પસંદગીકારો પણ તેને લાંબા સમય સુધી સમર્થન આપી શકશે નહીં અને ભવિષ્યમાં તે પ્લેઈંગ 11માંથી બહાર થતો જોવા મળી શકે છે.